ETV Bharat / bharat

પાર્ટીમાં થઈ માથાકૂટ, એક મિત્ર બીજા મિત્રનો કાન કાપીને ચાવી ગયો - MAN SWALLOWS FRIEND EAR

મહારાષ્ટ્રના થાણેના રહેવાશી એક યુવકે ઝઘડા દરમિયાન તેના મિત્રના કાનનો એક ભાગ કાપી નાખ્યો અને તેને ચાવી ગયો હતો.

પાર્ટીમાં થઈ માથાકૂટ
પાર્ટીમાં થઈ માથાકૂટ (પ્રતીકાત્મક તસ્વીર, ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 27, 2025, 5:46 PM IST

ઠાણે: મહારાષ્ટ્રના થાણેમાં એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ કથિત રીતે તેના મિત્રના કાનનો ભાગ કાપી નાખ્યો અને પછી તેને ગળી ગયો. એક અધિકારીએ ગુરુવારે આ અંગેની માહિતી આપી.

કાસરવડાવલી પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટના બુધવારે સવારે પાટલીવાડા વિસ્તારની એક પોશ હાઉસિંગ સોસાયટીમાં બની હતી. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, શ્રવણ લીખા (37)એ કહ્યું છે કે તે અને આરોપી વિકાસ મેનન (32) મિત્રો સાથે પાર્ટી કરી રહ્યા હતા, આ દરમિયાન તેમની વચ્ચે ઝઘડો થયો હતો.

શ્રવણ લીખાએ આરોપ લગાવ્યો હતો કે વિકાસ મેનન અચાનક હિંસક બની ગયો હતો અને તેણે તેના કાનનો એક ભાગ ન માત્ર કાપી નાખ્યો પરંતુ તેને ગળી પણ ગયો હતો. તેણે એમ પણ કહ્યું કે આ ઘટના બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

હાલમાં, પોલીસે વિકાસ મેનન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 117 (2) હેઠળ સ્વૈચ્છિક રીતે ગંભીર ઇજા પહોંચાડવા બદલ કેસ નોંધ્યો છે.

મહત્વપૂર્ણ છે કે, મિત્રો કે ભાઈઓ વચ્ચેની લડાઈએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હોય તેવો આ કોઈ પહેલો કિસ્સો નથી પરંતુ ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સા નોંધાયા છે. તાજેતરમાં થાણેથી પણ આવી જ હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી, અહીં એક 32 વર્ષીય વ્યક્તિએ કથિત રીતે 500 રૂપિયાને લઈને વિવાદ બાદ તેના નાના ભાઈની હત્યા કરી નાખી હતી. દારૂના નશામાં આરોપી સલીમ શમીમ ખાન ગુસ્સે થઈ ગયો હતો કારણ કે તેના 27 વર્ષીય ભાઈ નસીમ ખાને તેના ખિસ્સામાંથી 500 રૂપિયા કાઢી લીધા હતા.

  1. પુણે બસ રેપ કેસ: પોલીસે 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું, આરોપીનો ફોટો જાહેર
  2. ધો.10ની વિદ્યાર્થિનીએ સરકારી શાળાની હોસ્ટેલમાં આપ્યો બાળકને જન્મ, એક વ્યક્તિની અટકાયત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.