નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કેન્દ્રની મોદી સરકાર જનતાને આકર્ષવાની એક પણ તક ન ગુમાવતી હોય તેમ એક બાદ એક નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે, રાજ્ય અને દેશના અનેક શહેરોમાં વિકાસકાર્યોની ભેટની વણઝાર ચાલી રહી છે ત્યારે સરકારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિલિટરે 2 રૂપિયા ઘટાડાની જાહેરાત કરી છે.
લોકસભા ચૂંટણી પહેલા સરકારે સામાન્ય માણસને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો મોટો ઘટાડો કર્યો છે. આનાથી મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય માણસને મોટી રાહત મળશે. હરિયાણા અને ચંદીગઢના લોકોને પણ આ કપાતનો લાભ મળશે.