ભાજપની ટોપી પહેરીને કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ ધુળેટીની ઉજવણી કરી - રૂપાલાએ ધુળેટીની ઉજવણી કરી
કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ ગાંધીનગરના નિવાસસ્થાન ખાતે પરિવારજનો સાથે હોળી ધુળેટીની ઉજવણી (Parsottam Rupala celebrated Dhuleti) કરી હતી. સૌથી વધુ અને મહત્વનું આકર્ષણ હોળીના તહેવારમાં પણ પરષોત્તમ રૂપાલાના માથે ભાજપની ટોપી (Parsottam Rupala Wearing a BJP hat)એ આકર્ષણ વધાર્યું હતું. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા ત્યારે જ ભાજપ પક્ષ દ્વારા વડાપ્રધાનની હાજરીમાં જ આ ટોપી લોન્ચ કરવામાં આવી હતી. ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયા (Hitu kanodiya holi celebration)એ પણ પોતાના નિવાસસ્થાને પરિવાર સાથે જ ધુળેટીની ઉજવણી કરી હતી. ગણતરીના 10 લોકો સાથે જ હિતુ કનોડિયાએ ધુળેટીની ઉજવણી કરી હતી. અત્યારે ધુળેટી બાબતે કનોડિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે ધુળેટીની ઉજવણી થઇ શકી ન હતી ત્યારે આજે ફક્ત પરિવાર સાથે જ ધુળેટીની ઉજવણી કરવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST