Vadodara Trisha murder case: વડોદરા તૃષા હત્યા કેસમાં આરોપીના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર - વડોદરા ક્રાઇમ ન્યૂઝ
રાજ્યભરમાં ચકચાર મચાવી રહેલા એવા સુરત બાદ વડોદરા તૃષા હત્યા કેસમાં(Vadodara Trisha murder case) ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી કાઢી હત્યારાની ધરપકડ કરી હતી. 19 વર્ષીય તૃષાની કરપીણ હત્યા કરનાર કલ્પેશ ઠાકોરને ક્રાઇમ બ્રાન્ચે (Vadodara Crime Branch)ઝડપી પાડી આજે કોર્ટમાં રજુ કરી 5 દિવસના પોલીસ રિમાન્ડની માગણી કરી હતી. જોકે નામદાર કોર્ટે કલ્પેશના 3 દિવસ એટલે કે આગામી 27 માર્ચ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. જોકે તૃષાની હત્યા કરવામાં આવી તે સમયે કલ્પેશે કોઇ અન્યની મદદ લીધી હતી કે કેમ ? તથા તૃષાની હત્યામાં કલ્પેશ સહિત અન્ય કોઇની સંડોવણી છે કે કેમ ? તથા સમગ્ર ઘટનાને કલ્પેશે કંઇ રીતે અંજામ આપ્યો, તેના રિકન્સ્ટ્રક્શન સહિતના અનેક મુદ્દાઓ સાથે આજે ક્રાઇમ બ્રાન્ચે તેને કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જેમાં નામદાર કોર્ટ દ્વારા કલ્પેશ ઠાકોરના આગામી 27 માર્ચ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST