વડોદરા ગગનમા અગનગોળો દેખાયો - undefined
વડોદરામાં સાંજે 7:45 કલાકે લોકોએ આકાશમાં કઈ નવી ગતિવિધિ(Astronomical event in Vadodara) જોઈ હતી. સામાન્ય રીતે ઉનાળામાં આકાશ સ્વચ્છ જોઈ શકાય છે. પણ આજે સાંજે આકાશમાં કોઈ વસ્તુ ઉપરથી નીચે આવતી જોવા મળતા લોકોમાં કુતુહલ સર્જાયું હતુ.લોકો વાહનોને રોડની સાઈડ પર લગાવીને ઘટના જોવા લાગ્યા હતા. જો કે આ કોઈ ખગોળીય ઘટના છે કે,આ આકાશી અકસ્માત તો ચોક્કસ તપાસ બાદ જ સામે આવી શકે છે. દૂરથી કોઈ બિંદુ જોવા મળ્યું હતુ. પછી જેમ જેમ તે નજીક આવતું ગયું તેમ તેમ તે મોટું થતું જોવા મળ્યું હતું. પછી તેમાંથી કોઈ ભાગ છૂટો પડતો હોય તેવું જણાયું હતુ અને પછી જોતા જોતામાં તે ગાયબ થઈ ગયું હતું. હવે આ શું થયું છે તેને લઈને મનમાં અનેક સવાલો થઈ રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST