ગુજરાત

gujarat

ETV Bharat / videos

Vadnagar Gheraiya Chaudash : વડનગરમાં ઘેરૈયા ચૌદશની 800 વર્ષ જૂની પરંપરાની ઉજવણી કરાઈ - PM Modi Home City Vadnagar

By

Published : Mar 17, 2022, 2:59 PM IST

Updated : Feb 3, 2023, 8:20 PM IST

વડનગરમાં આજે પણ મોઢ બ્રાહ્મણો (Vadnagar Modh Brahmins) દ્વારા 800 વર્ષ જૂની ઘેરૈયા ચૌદશની (Vadnagar Gheraiya Chaudash) પરંપરા પાળવામાં આવે છે. વડનગર હવેના સમયમાં વડાપ્રધાન મોદીના કારણે (PM Modi Home City Vadnagar)જાણીતું થયું છે. જોકે વડનગર સદીઓ જૂની ઐતિહાસિક નગરી (Historical City Vadnagar)રહી છે. અહીં વિવિધ તહેવારની જેમ હોળીમાં (Holi 2022)કેટલીક પરંપરાનું પાલન કરવામાં આવે છે. વડનગરમાં ઘેરૈયા ચૌદશની 800 વર્ષ જૂની પરંપરા પાળવામાં આવે છે. વર્ષો જૂની આ પરંપરા પાછળ ભક્ત પ્રહલાદના (Bhakt Prahlad) હોલિકા સાથેના દહનની હિરણ્યક્ષિપુની રાજ્યસભામાં આસુરી વૃતિ સાથે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે મોઢ બ્રાહ્મણોએ આસુરી શક્તિ પર વિજય મેળવવા ગામમાં છડી સાથે સરઘસ કાઢી " ભોમ છડી " ના નાદ સાથે હોલિકા દહન પહેલા ભક્ત પ્રહલાદ માટે પ્રાર્થના કરી હતી. અંતે અસત્યનો પરાજય અને સત્યનો વિજય થતાં આ ઘેરૈયા ચૌદશની ઉજવણી કરવામાં આવી રહી છે. ઘેરૈયા ચૌદશે બ્રહ્મસમાજના યુગલો પોતાના પ્રથમ સંતાનની પ્રાપ્તિએ દીકરી કે દીકરાને લઇ ગેરીયો ઘૂુમે છે અને અન્ય લોકો પણ લાકડીના સાંઠા સાથે ગરબાની જેમ જુદી જ પ્રકારે ગેરીયા રમે છે. આમ પુત્રપુત્રાદિકની પ્રાપ્તિ, ધનધાન્યની વૃદ્ધિ અને આયુષ્ય તથા આરોગ્યના કલ્યાણ માટે ઘેરૈયા ચૌદશ આજે પણ વડનગરમાં પરંપરાગત રીતે ઉજવવામાં આવી રહી છે.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details