દાહોદ જિલ્લાના ઝાલોદ અને દાહોદ ચેકપોસ્ટ પર તાળા લાગ્યા - ચેકપોસ્ટ પર તાળા લાગ્યા
દાહોદ : મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા પારદર્શી વહિવટ માટે રાજ્યની દાહોદ અને ઝાલોદમાં ચેકપોસ્ટને મધ્યરાત્રિથી બંધ કરવાના આદેશનો અમલ કરાયો છે. જેના પગલે વાર્ષિક 17 65 કરોડની આવક ધરાવનાર દાહોદ ચેકપોસ્ટ પર તાળા લટકી ગયા છે.વર્ષ 2019માં 17.67 કરોડની દાહોદ RTO ચેકપોસ્ટ પર થઈ હતી. જ્યારે નવેમ્બરમાં અંદાજે 1.60 કરોડની આવક દાહોદ ચેકપોસ્ટ કચેરી પર નોંધાઈ હતી.