ફેમસ થવાના ચક્કરમાં કાયદો હાથમાં લેનારાઓ ચેતી જજો નહીં તો પોલીસ આ રીતે કરી દેશે સીધા - rajkot police
રાજકોટ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેમસ થવું અને વીડિયો બનાવવું એક યુવકને ભારે પડી ગયું છે. કારણ કે, જિલ્લામાં એક યુવકે ભલે એકલો પણ એકડો ગીત પર એક રિલ્સ બનાવી હતી. જોકે, આ વીડિયોમાં તે હવામાં ફાયરિંગ કરતો નજરે પડી રહ્યો છે. તો તેના આ વાઈરલ વીડિયોના આધારે પોલીસે ફાયરિંગ કરનાર જીવણ નાગજી મકવાણાની ધરપકડ કરી હતી. સાથે જ પોલીસે ફેમસ થવાના ચક્કરમાં દિપ ગોસ્વામીની પણ અટકાયત કરી બરાબરનો પાઠ ભણાવ્યો હતો. જોકે, પોલીસની પૂછપરછમાં રમકડાની બંદૂકથી વીડિયો બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. સાથે જ આ વીડિયો એડિટ કરીને ફાયરિંગ કરતો વીડિયો બનાવ્યો હોવાનું પણ આરોપીઓએ જણાવ્યું હતું. આ પ્રકારની રમત કર્યા પછી આરોપીએ જાહેરમાં જનતાની માફી માગી હતી. મહત્વનું છે કે, જન્માષ્ટમી પર્વ પર જાહેરમાં એક યુવકે પિસ્તોલથી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. સાથે જ આ યુવકે આવેગમાં આવીને ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. social media video viral, young man fire social media video, rajkot police, rajkot firing news, social media reels.
Last Updated : Sep 5, 2022, 3:27 PM IST