કેન્દ્રીય આરોગ્ય પ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોગશિબિરમાં આપશે હાજરી - Statue Of Unity
દુનિયાનું સૌથી ઉંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈની કેવડિયા ખાતે બનાવવા આવી છે, ત્યારે વિશ્વ યોગદિનની (World Yoga Day 2022) ઉજવણી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર યોજાવવાની છે. જેમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા આ યોગ શિબિરમાં હાજરી આપશે અને પ્રવાસીઓ સાથે સાધુ સંતો પણ આ યોગ શિબિરમાં જોડાશે. ત્યારે આરોગ્ય પ્રધાનએ પણ લોકોને આ યોગમાં જોડાવવા અપીલ કરી કારણ કે, સરદાર વલ્લભભાઈ પટેલે પણ 562 રિયાસત એક કરી દેશને જોડવાનું કામ કર્યું હતું. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ લોકોને યોગ દિવસની ઉજવણીમાં જોડાય સહભાગી બનવા માટે લોકોને અપીલ કરી છે.