ડીસામાં વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ ઉર્જા દિવસની ઉજવણીનું આયોજન
બનાસકાંઠા: આજના સમયમાં ઉર્જાનું સ્તર દિવસેને દિવસે ઓછું થઈ રહ્યું છે. ટેકનોલોજીના વધતા પ્રમાણની સાથે ઉર્જાનો પણ બેફામ વ્યય થઇ રહ્યો છે. જેને નિયંત્રણમાં લેવા માટેના પગલા ભરવા જરૂરી છે. 28 ડિસેમ્બરના દિવસે સમગ્ર વિશ્વમાં ઉર્જા દિવસની ઉજવણી થાય છે. ત્યારે ડીસામાં એક ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ ઉર્જા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ઉર્જા બચાવવા માટેના વિવિધ બેનરો સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ ઉર્જા બચાવો રેલી શાળાએથી નીકળી ડીસાના વિવિધ સર્કલો પર ફરી હતી જેમાં લોકોને ઉર્જા બચાવવા માટેની હાકલ કરવામાં આવી હતી. આ રેલીમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો અને શિક્ષકો જોડાયા હતા.