ગુજરાત

gujarat

ETV Bharat / videos

પાટણના આનંદ સરોવરમાં દૂષિત પાણી ઠાલવતા મહિલાઓ રણચંડી બની

By

Published : Oct 17, 2022, 4:18 PM IST

પાટણમાં આવેલ આનંદ સરોવરમાં (Anand Sarovar in Patan) ગંદા પાણી અને વેલ સહિતના પ્રશ્નોનું નિરાકરણ માટે આજે મહિલાઓ બે ટ્રેક્ટરમાં રેલી લઈ નગરપાલિકા ખાતે પહોંચી હતી. જેમાં મહિલાઓ દ્રારા ભારે હલ્લાબોલ કરી નગરપાલિકાના સત્તાધીશો સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય કિરીટ પટેલની આગેવાનીમાં મહિલાઓએ બે ટ્રેક્ટરમાં નગરપાલિકા સુધી રેલી યોજી હતી. પરંતુ જવાબદાર પદાધિકારીઓ હાજર ન મળતા ઓએસની ચેમ્બરમાં હલ્લાબોલ કર્યો હતો. ધારાસભ્યએ નગરપાલિકાના એન્જિનિયર અને આનંદ સરોવરમાં ઊગી નીકળેલ વેલ દૂર કરવા કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાક્ટરને બોલાવી આનંદ સરોવરમાં ફેલાયેલ ગંદકીની સમસ્યા તાકીદે ઉકેલવા સૂચનો કર્યા હતા. ધારાસભ્ય કિરીટ પટેલે ચીમકી ઉચ્ચારી હતી કે જો એક સપ્તાહમાં ભૂગર્ભટ્ટનનું આ પાણી બંધ કરાવવો નહીં આવે તો આ દૂષિત પાણીના કેરબા અને પીપડા ભરી નગરપાલિકામાં લાવવામાં આવશે અને આજની રેલી કરતાં પણ વધુ મહિલાઓ એકઠી થઈ આ દૂષિત પાણીથી પ્રમુખ સહિતના સત્તાધીશોને સ્નાન કરાવશે. ધારાસભ્યની આ રજૂઆતને પગલે એન્જિનિયર દ્વારા ગટરનું દૂષિત પાણી ઠાલાવવાનું બંધ કરવાની સૂચનાઓ અપાઈ હતી જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા આનંદ સરોવરમાંથી વેલ દૂર કરવાની કામગીરી શરૂ કરવાની પણ ખાતરી આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details