શિક્ષિકાએ હોમવર્ક ન કરવા બદલ વિદ્યાથીને માર મારવાનો વીડિયો થયો વાયરલ - Viral video of student beating
ઉત્તરપ્રદેશ : ઉન્નાવમાં એક શિક્ષકાની ક્રૂરતા સામે આવી(teacher beat up girl student in unnao) છે. અસોહા બ્લોકમાં ઇસ્લામનગર પ્રાથમિક શાળામાં ભણાવતા શિક્ષિકાએ 5 વર્ષની માસૂમ છોકરીને તેનું હોમવર્ક પૂરું ન કરવા બદલ તેને માર માર્યો હતો. શિક્ષકે છોકરીને ત્રીસ સેકન્ડમાં દસ વાર થપ્પડ મારી હતી. શિક્ષિકાનો આ કૃત્યનો વીડિયો બનાવવામાં આવ્યો હતો. છોકરી રજા પછી ઘરે પહોંચી ત્યારે તેણીના ચહેરા પર ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. છોકરીની મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો(Viral video of student beating ) હતો. વાયરલ વીડિયો અનુસાર આ ઘટના 9 જુલાઈની જણાવવામાં આવી રહી છે. વીડિયોની નોંધ લેતા, શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Last Updated : Jul 13, 2022, 6:09 PM IST