ગુજરાત

gujarat

ETV Bharat / videos

last day of navratri 2021: પાટણની લીંબચ માતાની પોળમાં મહિલાઓએ માથે ગરબે ઘૂમી નવરાત્રીની કરી પૂર્ણાહુતિ

By

Published : Oct 16, 2021, 3:54 PM IST

પાટણ: શહેરના સાલવીવાડા વિસ્તારમાં આવેલી લીંબચ માતાની પોળમાં માતાનું આદ્યસ્થાપક મંદિર હોવાથી અહીં ચૈત્ર અને આસો સુદ નવરાત્રિનું સુંદર આયોજન નવરાત્રી મંડળ દ્વારા કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ મંદિર પરિસર ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસો સુદ એકમથી દશેરા સુધી મહોલ્લાના નાના મોટાઓએ માતાજીના ગરબે ઘૂમી માની અસરાધના કરી હતી. આસો સુદ સાતમના દિવસે મહાકાલીનો પ્રાચીન ગરબો યોજવામાં આવ્યો હતો. જે બાદ પરંપરાગત રીતે માતાજીની નવ ખંડની પલ્લી ભરાઇ આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળું ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. દશેરાના દિવસે મધ્યરાત્રિએ મહિલાઓએ જૂની પરંપરા પ્રમાણે માટીના ગરબા માથે ધારણ કરી પૌરાણિક ગરબાઓનું ગાન કરી નવરાત્રી મહોત્સવની પૂર્ણાહુતિ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details