ગુજરાત

gujarat

ETV Bharat / videos

બોડીબિલ્ડરને પણ શરમાવે એવી સિદ્ધિ આ મહિલાએ મેળવી,આસાનીથી ઉપાડ્યું 200 કિલો

By

Published : Jun 22, 2022, 10:24 PM IST

કોઈમ્બતુરઃ કોઈમ્બતુરમાં યોજાયેલી એશિયન પાવર લિફ્ટિંગ (Asian powerlifting coimbatore) સ્પર્ધામાં આંધ્રપ્રદેશ રાજ્યની એક મહિલા કોન્સ્ટેબલને શિખર જેવડી સફળતા પ્રાપ્ત થઈ છે. કોન્સ્ટેબલ ચંદ્રકલાએ (asian powerlifting Chandrakala) સૌથી વધુ વજન ઊઠાવીને પાવરલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ (asian powerlifting Gold Winner) પ્રાપ્ત કર્યો છે. એક સાથે 4 ગોલ્ડ મેડલ જીત્યા છે. મહિલા સિનિયર કેટેગરીમાં તેણે 76 કિગ્રા વર્ગમાં 205 કિગ્રા વજન ઉઠાવીને પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો. બેન્ચ પ્રેસમાં પણ પાસ થઈ છે. ચંદ્રકલાએ ન માત્ર પાવર લિફ્ટિંગમાં પણ જુદી જુદી કસરતમાં પણ ભારી ભરખમ વજન ઉપાડ્યું છે. બેન્ચ પ્રેસ કેટેગરીમાં 107.5 કિગ્રા અને ડીડ લિફ્ટ કેટેગરીમાં 212.5 કિગ્રા વજન ઉઠાવ્યું છે. અનુક્રમે બીજા અને ત્રીજા ગોલ્ડ મેડલ જીત્યા આ કેટેગરીમાં તેણે જીતી લઈ મોટી સિદ્ધિ મેળવી છે. 500કિલોથી વધુ વજન ઉઠાવીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. એકંદરે સ્પર્ધામાં કુલ 525 કિલો વજન ઉપાડવા માટે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ માટે એમને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો છે.વિજયવાડાની ચંદ્રકલા નિદામનૂર એક્સાઇઝ ડેપોમાં કામ કરે છે. રાજ્ય પાવરલિફ્ટિંગ એસોસિએશન સહિત એક્સાઈઝ વિભાગના અધિકારીઓ અને કોચે તેણીની અદ્ભુત સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details