ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

video thumbnail

ETV Bharat / videos

શિકોહાબાદ રેલવે સ્ટેશન પર મહિલા રેલવે ટ્રેક પર ફસાઈ, જૂઓ વીડિયો - શિકોહાબાદ રેલવે સ્ટેશન

author img

By

Published : Sep 10, 2022, 6:24 PM IST

ઉત્તર પ્રદેશ : એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે જેમાં ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના શિકોહાબાદ રેલવે સ્ટેશન પર એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જતી એક મહિલા રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે રેલવે ટ્રેક પર ફસાઈ ગઈ હતી. ત્યારે સામેથી એક હાઈસ્પીડ ટ્રેન આવી રહી હતી. મહિલા મૃત્યુથી થોડીક જ સેકન્ડ દૂર હતી. ઘટનાના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, મહિલા એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે રેલવે ટ્રેક ક્રોસ કરી રહી હતી. તે બીજા પ્લેટફોર્મ પર ચઢી શકી ન હતી. આ દરમિયાન એક હાઈસ્પીડ ટ્રેન ત્યાં આવી, જેના પછી મહિલાએ મદદ માટે બૂમો પાડી હતી. મહિલાનો અવાજ સાંભળીને રેલ્વે સ્ટાફના કર્મચારી બચાવવા દોડ્યો અને મહિલાને પ્લેટફોર્મ પર ખેંચી લીધી લીધી હતી જેના કારણે મહિલાનો જીવ બચી ગયો હતો. પરતું પાણીની બોટલ લેવા માટે મહિલાએ ફરી એકવાર પોતાનો જીવ જોખમમાં મુક્યો હતો. આ ઘટનાનો વીડિયો સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. shikohabad railway station, woman trapped on platform, shikohabad railway station

ABOUT THE AUTHOR

author-img

...view details