Maharashtra Woman Killed Puppies: બાળકીને કૂતરાએ કરડ્યાના ગુસ્સામાં મહિલાએ કૂતરાના ગલુડિયાને મારી નાખ્યા - Maharashtra news today
મહારાષ્ટ્રમાં બાળકીને કૂતરાએ કરડ્યાના ગુસ્સાને ધ્યાનમાં રાખીને મહિલાએ કૂતરાના ગલુડિયાને મારી નાખ્યા (Maharashtra Woman Killed Puppies) હતા. આ ઘટના સોસાયટીના સીસીટીવી (Woman Killed Puppies CCTV)માં કેદ થઈ ગઈ છે. હાલ હડપસર પોલીસ સ્ટેશન (Hadapsar police station)માં ગુનો નોંધવામાં આવ્યો છે. હાથમાં લાકડી લઈને ફરતી વખતે અનિતા ઘણીવાર CCTVમાં કેદ થઈ જાય છે. આ જ સોસાયટીમાં રહેતી અન્ય એક મહિલાએ કૂતરાનાં બે બચ્ચાંને માર્યા હોવાની જાણ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અનીતા દિલીપ ખટપે એ મહિલાનું નામ છે જેના પર કેસ નોંધવામાં આવ્યો હતો અને નીતા આનંદ બીડલાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.