ચિટ્ટૂરમાં ચાલતી ટ્રેનમાંથી ઉતરતા સમયે મહિલા પડી ગયેલી મહિલાને પોલીસે બચાવી લીધી - રેલવે કોન્સ્ટેબલ
આધ્રપ્રદેશ : ચિટ્ટૂરમાં ચાલતી ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરનારી એક મહિલાને રેલવે કોન્સ્ટેબલ દ્વારા બચાવી લેવામાં આવી હતી. એક યુવતી ટ્રેન પરથી પ્લેટફોર્મ પર ઉતરી રહી હતી. તેની પાછળની બીજી મહિલાએ ચાલતી ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે, આ મહિલા પડીને ટ્રેન સાથે ખેંચાઇ રહી હતી, ત્યારે ફરજ બજાવી રહેલા રેલવે કોન્સ્ટેબલ સતીષે આ મહિલાઓને દૂરથી ખેચીને તેને બચાવી લીધી હતી.