પત્ની દ્વારા પતિને નજીવી બાબતે ઢોર મારવામાં આવ્યો, જૂઓ વીડિયો... - Bikaner Latest News
રાજસ્થાન : રાજસ્થાનના બિકાનેરમાં પત્નીએ પતિને માર મારવાનો મામલો સામે આવ્યો છે. પત્ની દ્વારા પતિની મારપીટનો કોઈએ વીડિયો બનાવ્યો અને હવે તે વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. ઘટના સમયે વીજળી ન હતી અને આ દરમિયાન કેટલાક લોકો ટોર્ચના પ્રકાશમાં મહિલાને સમજાવી રહ્યા હતા, પરંતુ મહિલા ખૂબ જ પરેશાન અને ગુસ્સામાં દેખાતી હતી. ઘરમાં પત્નીએ પતિને બેટ વડે માર માર્યો હતો. જેના પછી પતિને ઘણી ઇજાયો પણ પહોંચી હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.