હવામાન વિભાગની આગાહી વચ્ચે રસ્તાનું કામ શરૂ કરવું તંત્રને પડ્યું ભારે - weather forecast in surat
સુરત : જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસડ ગામે હવામાન વિભાગની આગાહી વચ્ચે તંત્રને રસ્તાનું કામ શરૂ કરવું ભારે પડ્યું છે. RCC રસ્તાની સિમેન્ટ ધોવાઈ ગઈ હતી. જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી બંધ કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી છતાં તંત્ર દ્વારા રસ્તાનું કામ શરૂ કરતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.