અમદાવાદમાં કમોસમી વરસાદ,રાજ્યમાં હજી 5 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી - અમદાવાદમાં કમોસમી વરસાદ
અમદાવાદ: વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાઈ ગયા હતાં. શહેરનાં ઈન્કમટેક્સ, વાડજ, શાહપુર, વેજલપુર, જીવરાજ પાર્ક, દરિયાપુર, શાહીબાગ, નારણપુરા, સરખેજ, રાણીપ, ચાંદખેડા, ઉસ્માનપુરા, વિરાટનગર, ઓઢવ, ચકુડીયા, ગોતા, બોડકદેવ, નરોડા, કોતરપુર, વટવા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડયાં હતા. બાફ અને ઉકળાટથી લોકોને છુટકારો મળ્યો હતો. હવામાન વિભાગે રાજ્યમાં હજી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.