Raj Thakrey on Loudspeaker: રાજ ઠાકરેએ કહ્યું કે, અમે મહારાષ્ટ્રમાં શાંતિ ઈચ્છીએ છીએ - Maharashtra Ajay shinde attested
મુંબઈ: લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા (Hanuman chalisa vs azan) વગાડવા બદલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના 250થી વધુ કાર્યકરોની અત્યાર સુધીમાં અટકાયત કરવામાં આવી છે. દરમિયાન, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ કહ્યું (Raj Thakrey on Loudspeaker) કે, મને કહેવામાં આવ્યું છે કે, 1400-1500 મસ્જિદોમાંથી 135 મસ્જિદોમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત નિયમોનો ભંગ કરીને લાઉડસ્પીકર (Maharashtra Masjid Loudspeaker) પર અઝાન આપવામાં આવી હતી. મહારાષ્ટ્ર પોલીસે જણાવવું જોઈએ કે, તમે આ 135 મસ્જિદો પર શું કાર્યવાહી કરશો. રાજ ઠાકરેએ કહ્યું કે અમે જોઈ રહ્યા છીએ કે, કોર્ટના કહેવા પ્રમાણે કાર્યવાહી થઈ રહી છે કે નહીં. અથવા તો અમારી સામે જ કાર્યવાહી કરવામાં આવશે. અમે મહારાષ્ટ્રમાં શાંતિ ઈચ્છીએ છીએ. જો મંદિરો પર (ગેરકાયદે) લાઉડસ્પીકર હોય તો તેને પણ દૂર કરો. આ વિષય સામાજિક છે, તે કોઈ ધાર્મિક વિષય નથી. બીજી તરફ પુણેના ખલકર હનુમાન મંદિરમાં મહા આરતી કર્યા બાદ પોલીસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સચિવ અજય શિંદેની સાથે અન્ય 6 લોકોની અટકાયત (Maharashtra Ajay shinde attested) કરી છે.
Last Updated : May 4, 2022, 3:33 PM IST