સુરતમાં ભારે વરસાદને કારણે મંદિરમાં પાણી ઘુસ્યા - ગુજરાતમાં તૌકતે વાવાઝોડું
સુરત : તૌકતે વાવાઝોડાની અસર સુરત શહેરમાં જોવા મળી હતી. પવનના સુસવાટા સાથે ભારે વરસાદને કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા, ત્યારે માંગરોળના તરસાડી ખાતે આવેલા હનુમાનજી મંદિરમાં પાણી ઘુસી ગયા હતા અને મંદિરમાં રહેલી હનુમાનજીની મૂર્તિ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. પાણી ભરાયાની જાણ તરસાડી નગર પાલિકાને થતા નગર પાલિકા દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી.