ઉકાઈ ડેમમાંથી છોડાયું પાણી, દેખાયો અદભૂત નજારો - નીચાણવાળા વિસ્તારોને એલર્ટ
તાપીમાં ઉકાઈ ડેમમાંથી 1.88 લાખ ક્યૂસેક પાણી (Water released from Ukai Dam) છોડવામાં આવ્યું છે. ગઈકાલે (સોમવારે) રાત્રે 8 વાગ્યાથી ડેમમાંથી પાણી છોડવાની (Ukai Dam overflow) શરૂઆત થઈ હતી. ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ (Heavy rain upstream of the dam) પડ્યો હતો. તેના કારણે સોનગઢ અને વ્યારા તાલુકાની તાપી નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ (Low lying areas alert) કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, એક સપ્તાહથી પડી રહેલા વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થયો છે. ત્યારે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટીમાં ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે, જે વધીને આજે 18 જુલાઈના રોજ 4 વાગ્યે 332.99 ફૂટ પર પહોંચી ગઈ હતી. આથી પાણી છોડવાની ફરજ પડી હતી. તો 7 દિવસમાં ડેમની સપાટીમાં 8 ફૂટનો વધારો નોંધાયો હતો. જ્યારે ડેમની સપાટીમાં વધારો થતા સુરત, તાપી, નવસારી સહિતના ખેડૂતો અને લોકોમાં આનંદ વ્યાપી ગયો છે.