વડોદરા કોર્પોરેશનમાં પાણી સમસ્યા, ટેન્કરથી પાણી પીવા બન્યા મજબૂર
વડોદરા શહેરમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો કકળાટ શરૂ થયો હતો. વિવિધ વિસ્તારોમાં દુષિત પાણી કાળું પાણી દુર્ગંધ મારતા પાણીની બૂમો ઊઠી હતી તો બીજી તરફ ઓછા પ્રેશરની ફરિયાદ પણ અઢળક મળી હતી. આ ફરિયાદનો નિકાલ તો હજી સુધી આવ્યો નથી, પરંતુ કોર્પોરેશનની કચેરીમાં જ ફાયર બ્રિગેડની ટેન્કર દ્વારા પાણી મંગાવાની ફરજ પડે છે તે ખૂબ મોટી વાત કહેવાય ખાસ કરીને કોર્પોરેશનના મેયર વિંગમાં દર અઠવાડિયે પંદર દિવસે નીચે આવેલી ભૂગર્ભ ટાંકીમાં ઓછા પ્રેશરથી પાણી આવતું હોય ટાંકી ખાલી થતાની સાથે જ ફાયર બ્રિગેડમાંથી પાણીનું ટેન્કર મંગાવવું પડે છે, ત્યારે કોર્પોરેશનના પૂર્વ વિપક્ષી નેતા અને હાલના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે સત્તાધિશોને આડે હાથે લીધા હતા અને તેમના વહીવટની પણ ટીકા કરી હતી. કોર્પોરેશનમાં પાણીની સમસ્યા હોવાનુ નિખાલસતાથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સ્વીકાર્યું હતું અને આગામી દિવસોમાં લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળી રહે તે દિશામાં સૂચના આપી હોવાનું જણાવ્યું હતું.