રથયાત્રામાં વોરા સમાજે એકતાનો આપ્યો સંદેશો, આ રીતે કરી ઉજવણી - Jagannathji Puja
જગતના નાથ જગન્નાથજી નગરચર્યાએ (Jagannath Rath yatra 2022) નીકળ્યા છે, ત્યારે મોસાળમાં વોરા સમાજ દ્વારા શરબતનું કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં એકતાના સંદેશ સાથે શરૂ કરવામાં આવેલ શરબતના કાઉન્ટરમાં અનેક વોરા સમાજના આગેવાનો જોડાયા છે. તો બીજી તરફ કોરોનાનું ધ્યાન રાખી હાથમાં મોજા પણ પહેરવામાં આવ્યા છે. વોરા સમાજનો એક જ ઉદ્દેશ રહેલો છે, જેમાં એકતાનો અદ્દભુત સંદેશ આપવાનો છે.