US રાષ્ટ્રપ્રમુખે કહ્યું, આઈ એમ ઓકે, જુઓ વીડિયો શું બની હતી ઘટના - જો બાઈડન અમેરિકા
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ (USA President Joe Biden) શનિવારે જૉ બાઈડન જ્યારે ડેલવેરમાં તેમના બીચ હોમ નજીક કેપ હેનલોપેન સ્ટેટ પાર્કમાં સાયકલ ચલાવી રહ્યા હતા. એ સમયે પડી ગયા (Fell of his Bike) હતા. સાયકલ પરથી ઊતરવાનો પ્રયાસ કરતી (USA President Biden lost control on cycle) વખતે તેઓ પડી ગયા હતા. આ ઘટનામાં એમને કોઈ ખાસ ઈજા થઈ નથી. યુએસ સિક્રેટ સર્વિસ એજન્ટે એમને ઊભા થવામાં મદદ કરી હતી. જોકે, તેમણે ઊભા થઈને કહ્યું હતું કે, હું ઠીક છું. તેમણે કહ્યું કે, પેડલના પાંજરામાં મારા પગનો અંગુઠો ફસાઈ ગયો હતો. તેઓ પોતાના પત્ની અને ફર્સ્ટ લેડી દીલ બાઈડન સાથે સાયકલ રાઈડ પર નીકળ્યા હતા. સવારના સમયે જ્યારે તેઓ સાયકલ લઈને રાઈડ કરતા હતા ત્યારે કેટલાક લોકો પોતાની સાયકલ લઈને ત્યાં ઊભા હતા. અમેરિકી રાષ્ટ્રપ્રમુખે હેલમેટ અને ચશ્મા પહેરાલા હતા. સાયકલ પરથી ઊતરવા માટે જતા હતા ત્યારે આ ઘટના બની હતી. પડી ગયા બાદ તેઓ ઝડપથી ત્યાંથી ઊભા થઈ ગયા અને લોકોને કહ્યું હતું કે, હું ઠીક છું. રાષ્ટ્રપ્રમુખને સાયકલ ચલાવતા જોવા માટે ત્યાં ઘણા લોકો એકઠા થયા હતા. સાયકલ પરથી પડી ગયા બાદ તેમણે કોઈ મેડિકલ ટ્રિટમેન્ટ લીધી નથી. એમને કોઈ ગંભીર ઈજા પણ થઈ નથી. એવું વ્હાઈટ હાઉસે સત્તાવાર જણાવ્યું છે. આ વીકએન્ડ તેઓ પોતાના બેચમેન્ટ સાથે મનાવવા માટે નીકળ્યા હતા. ગત શુક્રવારે એમની 45મી વેડિંગ એનિવર્સરી હતી.