દીપડો અને શાહુડી વચ્ચે જામ્યો જંગ - Shahudi attack Leopard
ભાવનગર: મહુવાના ખૂંટવડા ગામ નજીક શાહુડી પર દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. જેમાં શાહુડીએ દીપડા પર હુમલો કર્યો હતો. શાહુડીએ હુમલો કરતા શાહુડીના અણીદાર પીંછા દીપડાના મોં પર ઘુસ્યા હતા. વીડિયોમાં જોવા મળે છે કે, પ્રથમ દીપડો શાહુડી પર હુમલો કરે છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.