ન હોય ! વાંદરો પોતાના બચ્ચાની સારવાર કરાવવા માટે હોસ્પિટલ પહોચ્યો? - Treatment Of Monkey In Doctor SM Ahmed Clinic
બિહાર : સ્થાનિક શહેર પોલીસ સ્ટેશન વિસ્તારના શાહજુમા વિસ્તારમાં સ્થિત એક ક્લિનિકમાં લોકોની ભીડ એકઠી થઈ હતી. દરેક લોકો વાનર માતા અને તેના બાળકને જોવા માટે આવ્યા હતા. વાસ્તવમાં ક્યાંકથી પડી જવાને કારણે વાંદરો અને તેના બાચ્ચાને ઈજા થઈ હતી. વાંદરો તેના બચ્ચાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. આ મામલો ડૉક્ટર એસ.એમ અહેમદના પ્રાઈવેટ ક્લિનિકનો હોવાનું કહેવાય છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વાંદરો તેના બચ્ચાને છાતીએ ચીપકાવીને ખુરશીમાં બેઠો છે અને ડોક્ટર આ બન્નેની સારવાર કરી રહ્યા છે. સામાન્ય રીતે જો કોઈ વાંદરાને સ્પર્શ કરવામાં આવે તો તે ગુસ્સે થઈ જાય છે. આ વાંદરાએ આરામથી ખુરશીમાં બેસીને પોતાની અને તેના બચ્ચાને ડૉક્ટર દ્વારા સારવાર કરાવી હતી, આ જોઇને સૌ કોઇ ચોંકી ગયા હતા.