નસવાડી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિની ચૂંટણીમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ
છોટાઉદેપુરઃ સમગ્ર વિશ્વમાં તેમજ દેશમાં કોરોનાની મહામારી ચાલીરાહી છે. ત્યારે આજરોજ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજારસમિતિની ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં 15 ઉમેદવાર ખેતીવાડીના, 07 વેપારી વિભાગના અને 04 કોટન શેલના ઉમેદવારો ચૂંટણી જંગ લડી રહ્યા હતા. જેમાં સરકારની ગાઈડ લાઈનનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું જોવા મળી હતું. મતદારો સીમા રેખાને ઓળંગી ગાઈડ લાઈનનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. તેમજ ઉમેદવારો પણ માસ્ક વિના ફરી રહ્યા હતા.