ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરામાં રસ્તો ઓળંગી રહેલા મહાકાય મગરનો વીડિયો થયો વાઇરલ - A situation of fear among the villagers

By

Published : Jul 17, 2022, 7:03 PM IST

વડોદરા: ભારે વરસાદને કારણે નદી, નાળાઓમાંથી મગરો બહાર નીકળી રહેણાંક વિસ્તારોમાં આવી રહ્યા છે. વડોદરાના જાંબુવા ગામમાં રસ્તો ઓળંગી રહેલા મહાકાય મગરનો (Video Of Crocodile In Vadodara Went Viral) વીડિયો વાઇરલ થતાં ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં વરસાદે વિરામ લેતા હવે રોડ પર મગરો જોવા મળી રહ્યા છે. કારેલીબાગ વિસ્તારમાં આવેલા હિરાંવતી ચેમ્બર્સમાં મગર લટાર મારવા નીકળવાની ઘટના બાદ વડોદરા જાંબુવા ગામમાં મગર રોડ પર દેખાયો હતો. જાંબુવા નદીમાં પૂર આવતા મગર નદીમાંથી બહાર નીકળી આવ્યો હતો અને રોડ પરથી પસાર થતો જોવા મળ્યો હતો. રોડ પર મગરને જોઈને બે બાઇક ચાલકો રોડ પર ઉભા રહી ગયા હતા અને મગર ગયા બાદ ત્યાંથી નીકળ્યા હતા. વડોદરા જાંબુવા નદીમાંથી મગર બહાર નીકળતા જાંબુવા ગામના રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે વિશ્વામિત્રી નદી બાદ જાંબુવા અને ઢાઢર નદીમાં મોટાપાયે મગરો વસવાટ કરે છે અને વરસાદ બાદ મગરો નદીમાંથી બહાર નીકળવાની ઘટનાઓ સામે આવે છે.

ABOUT THE AUTHOR

...view details