વડોદરા કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી: રૂપિયા આપી વોટ ખરીદતા હોવાનો વીડિયો વાયરલ થયો - Gujarat News
વડોદરા: કરજણ વિધાનસભા પેટા ચૂંટણીને લઇને ટોલા, ધરો વિસ્તારમાં અને ગોસિન્દ્રા વિસ્તારમાં પૈસા આપીને વોટ ખરીદતા હોવાનો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં એક યુવાન ભાજપનું માસ્ક પહેરી 100 રૂપિયાની નોટ વહેંચી રહ્યો હોવાનું સામે આવ્યું હતુ. સમગ્ર મામલે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. ત્યારબાદ પોલીસે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ શરૂ કર્યું છે. તે દરમિયાન 56 હજાર રૂપિયા સાથે 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે એક યુવાન ફરાર થયો હતો.