ગુજરાત

gujarat

ETV Bharat / videos

શાળા પાસે જાહેરમાં WWE Women: વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ - બેંગ્લોર વાયરલ વીડિયો

By

Published : May 18, 2022, 10:03 PM IST

બેંગલુરુની એક સ્કૂલની (Bangalore School Girls Fighting Video) સામે છોકરીઓના એક જૂથનો એક બીજા જૂથ પર હુમલો કરવાનો વીડિયો સોશિયલ મીડિયા (Fighting Video Viral) પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાય છે કે, આ છોકરીઓ તેમના સ્કૂલ યુનિફોર્મમાં (Girls Group In School Uniform) છે. વિદ્યાર્થીઓમાં શા કારણે હંગામા થયો એ સામે આવ્યું નથી. સ્કૂલ યુનિફોર્મમાં 20 થી વધુ વિદ્યાર્થિનીઓ વચ્ચે મારામારી (Girls Fight in Bangalore) થઈ હતી. આ ઘટના અશોક નગર પોલીસ (Ashok Nagar police Station) સ્ટેશનની રેન્જમાં બની હતી. પણ કોઈ ફરિયાદ નોંધાઈ નથી. એવું કહેવાય છે કે બે પ્રતિષ્ઠિત શાળાની વિદ્યાર્થિનીઓ વચ્ચે ઝઘડો થયો હતો. લડાઈનું કારણ પણ સત્તાવાર રીતે જાણી શકાયું નથી. જોકે, જે રીતે છોકરીઓ એકબીજાને ફટકારી રહી છે એ જોતા એવું લાગે છે કે, જાહેરમાં છોકરીઓ વચ્ચે જાણે WWE શરૂ થયું હોય. એક છોકરી બીજીને વાળ ખેંચીને પગથિયાની નીચે પછાડે છે. જોકે, આ વીડિયો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થયો હતો.

ABOUT THE AUTHOR

...view details