વલસાડ: ધરમપુરની બજારમાં ટ્રાફિક નિયંત્રણ કરવા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ - control traffic in Dharampur market
વલસાડ : દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી ધરમપુર શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયંત્રણ કરવા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી શહેરમાં ધરમપુર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તેમજ ટ્રાફિકને નડતરરૂપ વાહનો સામે કાર્યવાહી કરતા ફફડાટ ફેલાયો હતો. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ધરમપુર પોલીસ મથકના ઇન્ચાર્જ PSI એન. ટી. પુરાણી, પોલીસ હોમગાર્ડ, TRB અને GRD દ્વારા હાથીખાના, સમડી ચોક, મોટા બજાર, મસ્જિદ ફળિયું, એસટી ડેપો સહિત નગર વિવિધ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું