વડોદરા કુબેર ભંડારી મંદિર ગ્રહણના સમય દરમિયાન બંધ રહેશે - વડોદરા કુબેર ભંડારી મંદિર
વડોદરાઃ 26 ડિસેમ્બરે કંકણાંકૃતિ સૂર્યગ્રહણ થવાનું છે. આ દરમિયાન મંદિરોને થોડા સમય માટે બંધ રાખવામાં આવશે. ત્યારે ડભોઇ તાલુકાના કરનાળી ખાતે આવેલા વિશ્વના એકમાત્ર અને પુરાણ ખ્યાત કુબેર ભંડારી મંદિરના મેનેજર રજનીભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે, ગ્રહણ સમયે પાળવાની ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મ પ્રેરિત પરંપરાઓને અનુસરીને આગામી ગુરૂવારના રોજ સવારના ૮ વાગ્યાથી ૧૧ વાગ્યાના સમગાળા પૂરતું જ મંદિર બંધ રહેશે. તે સિવાય તારીખ 25ની મધ્યરાત્રિના ૧૨ વાગ્યાથી તારીખ 26ની રાત્રીના ૧૨ વાગ્યા સુધી, ઉપરોક્ત ૩ કલાક સિવાય દર્શન ખૂલ્લા રહેશે.