વડોદરાનું સોખડા હરિધામ મંદિર ફરી એકવાર વિવાદ, હરીપ્રસાદ સ્વામીના પ્રાગટ્ય દિવસે જ હોબાળો - વડોદરાનું સોખડા હરિધામ મંદિર ફરી એકવાર વિવા
વડોદરા સોખડા હરિધામ (Vadodara Sokhada Haridham) મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. અક્ષરધામ નિવાસી હરીપ્રસાદ સ્વામીના 88માં પ્રાગટ્ય દિવસની ઉજવણીને લઈ વિવાદ (Sokhada Haridham temple controversy) સર્જાયો છે. આવનાર 11 મેના રોજ ગુરુહરી પ્રાગટ્ય મહાપર્વની સોખડા હરિધામ મંદિર ખાતે ઉજવણી (Revelation Day of Hariprasad Swami) કરવામાં આવશે, જેને લઈ પ્રેમ સ્વરૂપ સ્વામીના દર્શન અને ચાદરવિધિનું આયોજન કરાયું છે. જેને લઈ પ્રાબોધ સ્વામી જૂથના હરિભક્તો આજે વડોદરા ગ્રામ્ય પોલીસ વડાની કચેરી ખાતે પોહચ્યાં હતા. આ ઉજવણીના ભાગ રૂપે આમંત્રણ યોગી ડીવાઈન સોસાયટીના લેટર હેડ પર લોકોને આમંત્રણ મોકલાયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ આમંત્રણમાં ત્યાગવલ્લભ સ્વામીએ સહી કરતા ફરી એક વાર વિવાદ ઉભો થયો છે. આ બાબતે પ્રબોધ સ્વામી જૂથના ભક્તો જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચ્યા હતા.