વડોદરાઃ મોબાઇલ ટાવરોના કારણે મનુષ્ય અને પશુપક્ષીના સ્વાસ્થ્ય પર થઇ રહી છે ગંભીર અસરો
વડોદરા : શહેરમાં વિવિધ મોબાઈલ કંપનીઓ દ્વારા લગાવવામાં આવેલા મોબાઇલ ટાવરો કે જે ભારે રેડિએશનનું ઉત્સર્જન કરે છે. તેનાથી માત્ર મનુષ્ય જ નહીં પણ પશુઓ અને પક્ષીઓના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસરો થઇ રહી છે. એક અભ્યાસ મુજબ આ મોબાઈલ ટાવરમાંથી નીકળતા રેડિએશનથી કેન્સર જેવા જીવલેણ રોગો થવાની સંભાવના 30 ટકા જેટલી વધી જાય છે. વળી આ મોબાઈલ કંપનીઓ આ મોબાઈલ ટાવરોનો ઈન્સ્ટોલેશન ચાર્જ અને વાર્ષિક ફી પણ ભરવા તૈયાર નથી હોતા. જયારે બીજી બાજૂ સામાન્ય જનતા જો વેરો ન ભરે તો પાલિકાના અધિકારીઓ ઢોલ નગારા લઇ વેરાની પઠાણી ઉઘરાણી કરવા તૈયાર થઈ જાય છે.