ગુજરાત વિધાનસભા ચૂંટણી ચર્ચામાં અકોટા વાસીઓની કઈક આવી છે માંગ
વડોદરા : ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly Election 2022) ચૂંટણીની તૈયારીઓ પુર જોશમાં જોવા મળી રહી છે ત્યારે કોઈ પણ સમયે ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવી શકે છે ત્યારે ETV BHARATનો વિશેષ કાર્યક્રમ ચૂંટણી ચર્ચામાં (Etv Bharat Chuntani Charcha) વડોદરા શહેરની અકોટા વિધાનસભા બેઠક પર મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બેઠક 2012થી અસ્તિત્વમાં આવી છે અને છેલ્લા બે ટર્મથી ભાજપ આ બેઠકપર જીતતું આવ્યું છે. આ વિસ્તારના લોકોની પ્રાથમિક સુવિધાઓ, સમસ્યા, સ્થાનિક પ્રશ્નો, મોંઘવારી, આરોગ્ય અને રોજગર લક્ષી મુદ્દાઓને લઈ ચર્ચા (Akota chuntni charcha) કરવામાં આવી હતી. આ વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્ર નદીની સફાઈ અંગે સ્થાનિકો અનેક વાર રજૂઆત કરી ચુક્યા છે છતાં નિરાકરણ આવ્યું નથી. મતદારોનું માનવું છે કે, આ વિસ્તારનો યોગ્ય વિકાસ કરી શકે તેવો ઉમેદવાર ચૂંટીશું ત્યારે મતદારો પોતાના મંતવ્યો (Akota public mood) થકી ચૂંટણી ચર્ચામાં સહભાગી થયા હતા.