વડોદરા GEBના કર્મચારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું - વડોદાર જીઈબી
વડોદરાઃ શહેરમાં જીઈબી કર્મચારીઓ સાતમા પગાર પંચ સહિત વિવિધ એલાઉન્સનો લાભ મેળવવા કાળી પટ્ટી પહેરી તંત્ર સામે વિરોધ નોંધાવી રહ્યાં છે. શુક્રવારે તેઓ જિલ્લા કલેક્ટર કચેરી બહાર ધરણાં પર બેઠા હતાં. તેમજ જિલ્લા કલેક્ટરેને આવેદન આપી માંગણીઓની ઉગ્ર રજૂઆત કરી હતી. જો તેમની માંગ વહેલી તકે પૂરી નહીં થાય તો તેમણે 14 નવેમ્બરે સીએલ પર જશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. અને જો તંત્ર નહીં માને તો 20 નવેમ્બરથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેમ જણાવ્યું હતું.