Fish died in Surasagar lake: વડોદરા ત્રીજી વખત સુરસાગર તળાવમાં અસંખ્ય માંછલીઓના મોત - undefined
વડોદરાની મધ્યમાં આવેલા ઐતિહાસિક સુરસાગર તળાવમાં અવારનવાર માછલીના મોત નિપજવાની ઘટના સામે આવે છે. ગત વર્ષે જુલાઈ મહિના દરમિયાન અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા હતા. મોટી સંખ્યામાં માછલીઓના મોત નિપજતા આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાઈ હતી. તેવી જ રીતે ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિના દરમિયાન ફરી એક વખત અસંખ્ય માછલીઓના મોત નિપજતા જીવદયા પ્રેમીઓમાં તંત્ર વિરુદ્ધ નારાજગી જોવા મળી હતી. આ ઘટના તળાવમાં ઓક્સિજન પંપ બંધ હોવાના કારણે આ ઘટના ઘટી છે. જ્યારે બીજી તરફ ઘટનાની જાણ થતાં સ્થળ પર દોડી ગયેલા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે હાલ તાત્કાલિક ધોરણે તળાવની સફાઇ હાથ ધરવામાં આવી છે. માછલીઓના મોત પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. પરંતુ જીવ દયા લોકોએ પણ માછલીઓના મોત નિપજે તે પ્રકારનો ખોરાક ન નાખવો જોઈએ. તેઓ ઈશારો કર્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના નેતા અમીબેન રાવત પણ સ્થળ પર દોડી ગયા હતા અને કોર્પોરેશનની બેદરકારી જવાબદાર ગણાવી હતી.
TAGGED:
Fish died in Surasagar lake