વડોદરા : 24 લાખની વસ્તી વચ્ચે 260 ફાયર જવાનો કોરોના મહામારીમાં બજાવી રહ્યા છે ફરજ - ફાયર જવાન
વડોદરા : શહેરની અંદાજીત વસ્તી કુલ 24 લાખ જેટલી છે. જેની સામે ફાયર બ્રિગેડના 260 જવાનો ફરજ બજાવી રહ્યા છે. તેમને અગ્નિશમનની કામગીરી સિવાય પાણી વિતરણ, પશુ પક્ષીઓનું રેસ્ક્યૂ, કોરોના મહામારીમાં સેનિટાઇઝીંગ, કોવિડ ડેથ દર્દીઓના મૃતદેહને સ્મશાન લઈ જવા સહિતના કાર્યોમાં રોકાયેલા છે. અત્યાર સુધી કુલ 11 ફાયર ફાઇટરના જવાનો કોરોના સંક્રમિત થયા છે, જેમાંથી 9 જવાનો સ્વસ્થ થઈને પુન: ફરજ પર હાજર થઈ ગયા છે.