અમેરિકામાં કલાકો સુધી એરક્રાફ્ટ હવામાં ફર્યુ, પાયલટે પ્લેન ક્રેશની આપી ધમકી - pilot threatened to crash plane
વોશિંગ્ટન: મિસિસિપીના ટુપેલોમાં એક પાઇલટે કલાકો સુધી શહેરની ઉપર વિમાન ઉડાડ્યું હતું. તે ઇરાદાપૂર્વક પ્લેનને વોલમાર્ટ સ્ટોરમાં ક્રેશ કરવાની ધમકી આપી રહ્યો હતો. જેના કારણે ગભરાટનો માહોલ સર્જાયો હતો. દુકાન અને આસપાસના વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યા હતા. પ્લેન કેટલાક કલાકો પછી ગ્રેવસ્ટાઉન પાસેના એક ખેતરમાં ક્રેશ થયું હતું. બેન્ટન કાઉન્ટી શેરિફ વિભાગે 29 વર્ષીય પેટરસનને કસ્ટડીમાં લીધો છે. પ્લેને લગભગ 5 વાગ્યાની આસપાસ ચક્કર મારવાનું શરૂ કર્યું અને લગભગ ચારથી પાંચ કલાક સુધી હવામાં રહ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે તેઓએ સીધો જ પાયલોટનો સંપર્ક કર્યો હતો. America In pilot threatened to crash plane, Pilot threatening to crash plane into Walmart, US pilot threatened to crash plane
Last Updated : Sep 4, 2022, 7:43 AM IST