ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરાઃ ચોરીનો નિષ્ફળ પ્રયાસ, દુકાનમાં પ્રવેશેલા તસ્કરો CCTV માં કેદ - Incident of theft

By

Published : Oct 4, 2020, 2:34 PM IST

વડોદરાઃ શહેરમાં મંગળ બજાર વિસ્તારમાં આવેલા શ્રી રામ કોમ્પલેક્ષમાં કનૈયાલાલ ભૂલચંદાણી નાના બાળકોના રેડીમેડ કપડાની દુકાન ધરાવે છે. તેઓ પોતાની દુકાન રાબેતા મુજબ તાળું મારી બંધ કરીને ઘરે પરત ફર્યા હતા, ત્યારે આજે (રવિવારે) વહેલી સવારે બાજુની દુકાનમાં અન્ય વેપારીએ કનૈયાલાલને ફોન કરીને તેમની દુકાનનું તાળુ તૂટેલું હોવાની જાણ કરતા તેઓ તત્કાલ દુકાન ખાતે દોડી આવ્યા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસ આવ્યા બાદ દુકાનમાં તપાસ કરતા તસ્કરોને કઈ હાથે લાગ્યું ન હતું. જેને કારણે તસ્કરોનો ફોગટનો ફેરો રહ્યો હતો. ચોરીના ઈરાદે પ્રવેશેલા તસ્કરો CCTV કેમેરામાં આબાદ ઝડપાઈ ગયા હતા. જેથી ફૂટેજના આધારે પોલીસે તસ્કરોનું ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details