મહીસાગર જિલ્લા પંચાયતના ICDS વિભાગ દ્વારા પોષણ માસની અનોખી રીતે ઉજવણી કરાઈ - ICDS Department of Mahisagar
મહીસાગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ “સહી પોષણ-દેશ રોશન” સફળ બનાવવા અને તેમજ વર્તમાન અને ભાવિપેઢીને પોષણયુક્ત બનાવવા રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “પોષણ માસ”ની સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહ્યી છે. જે અન્વયે મહીસાગર જિલ્લા પંચાયતના ICDS વિભાગ દ્વારા જિલ્લા પંચાયત કચેરીના હોલમાં અનોખી રીતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેક્ટર આર.બી.બારડ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ દિપ પ્રાગ્ટ્ય કરી વાનગી સ્પર્ધાને ખુલ્લી મુકી હતી.