Happy diwali: કેન્દ્રીય પ્રધાન રૂપાલાએ વતન ઈશ્વરીયામાં કરી દિવાળી પર્વની ઉજવણી, સૌને પાઠવી શુભકામનાઓ - Amreli's latest news
અમરેલી: કેન્દ્રીય ડેરી વિકાસ પ્રધાન પુરુષોત્તમ રૂપાલા દિવાળી ઉજવવા માટે તેમના વતન અમરેલી જિલ્લાના ઈશ્વરીયામાં આવ્યા હતા. તેમણે ગામ લોકોની સાથે પરિવારના સભ્યો અને બાળકો સાથે ફટાકડા ફોડીને પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી કરી હતી. રૂપાલાએ સૌ કોઈને દિવાળીની શુભકામનાઓ પાઠવીને આવનારું વર્ષ સૌ કોઈ માટે સુખ સંપન્ન અને સફળતા ભર્યું નીવડે તે માટેની શુભેચ્છાઓ પાઠવી હતી.