PM મોદી પછી હવે આ કેન્દ્રિય પ્રધાનનો મોર સાથે વીડિયો થયો વાઈરલ - પરસોત્તમ રૂપાલા મોર સાથે
કેન્દ્રિય પ્રધાન પરષોત્તમ રૂપાલાનો (Viral video of Union Minister Parshottam Rupala) મોર સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ (Parasottam Rupala with Peacock) થઈ રહ્યો છે. આમાં તેઓ મોરને બિસ્કીટ ખવડાવી રહ્યા છે. કેન્દ્રિય પ્રધાન દિલ્હીમાં પોતાના નિવાસસ્થાને મોરને બિસ્કીટ ખવડાવતા હોવાનો વીડિયો વાઈરલ (Viral video of Union Minister Parshottam Rupala) થતાં તેઓ ચર્ચાનો વિષય બન્યા છે. તેઓ જ્યારે ઘરે જાય ત્યારે તેઓ મોરની રાહ જોતા હોય છે. બીજી તરફ મોર પણ નિર્ભય બનીને કેન્દ્રિય પ્રધાનના હાથે બિસ્કીટ ખાતો (Parasottam Rupala with Peacock) નજરે પડી રહ્યો છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મોરને બિસ્કીટ ખવડાવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયો હતો.