લખીમપુરની ઘટનાને લઈ કોંગ્રેસ અને સપા રાજકીય રોટીઓ શેકે છે: કેન્દ્રીય પ્રધાન અશ્વિની ચોબે - Gujarat News
નર્મદા: આજે જંગલ સફારી કેવડીયા ખાતે કેન્દ્રીય વન, પર્યાવરણ અને જળવાયું પરિવર્તન રાજ્ય પ્રધાન અશ્વિની ચોબે અને રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યપ્રધાન જગદીશ પંચાલ સહિત મહાનુભાવોના હસ્તે બે દિવસીય નેશનલ કોન્ફરન્સ ફોર ઝૂ ડાયરેક્ટર્સની શરૂઆત થઈ હતી. આ કોન્ફરન્સમાં કેન્દ્રીય પ્રધાન અશ્વિની ચોબેએ કહ્યું કે, લખીમપુરની ઘટનાને લઈ કોંગ્રેસ અને સપા રાજકીય રોટીઓ શેકે છે, આ દુર્ભાગ્ય છે. આશીષ મિશ્રાની ધરપકડ બાદ સિદ્ધ થયું કે અમારી સરકાર કોઈ બાબત છૂપાવતી નથી અને ન્યાય સંગત છે. અમે ન્યાયની સાથે છીએ. ખેડૂતો રેલી કરે છે, ખેડૂતોએ તો કહી દીધું અમે સરકારની સાથે છીએ. રાજનૈતિક ભડકાઉ કરીને લોકોમાં ચૂંટણી વખતે એમની દ્રષ્ટિ છે એ ગીધ દ્રષ્ટિ છે.