રીંછે કર્યું એવું કામ કે તેની પ્રજાતિમાં થતી હશે વાહવાહી, Video Viral - સોશિયલ મીડિયા
ઉમરીયા: મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લાના બાંધવગઢ ટાઈગર રિઝર્વનો (Bandhavgarh Tiger Reserve) એક વીડિયો સામે આવ્યો છે, જે રોમાંચક જ નહીં પણ લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. આ વીડિયોમાં એક રીંછ ભારતના રાષ્ટ્રીય પ્રાણી (India national animal) વાઘને દોડાવી રહ્યું છે. વાઘ આગળ દોડી રહ્યો છે અને રીંછ તેની પાછળ દોડી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, એક પ્રવાસીએ આ વીડિયો બનાવ્યો છે અને હવે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.