મોરબી-રાજકોટ હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં 2ના મોત - ગુજરાત અકસ્માત ન્યુઝ
મોરબીઃ મોરબી રાજકોટ હાઈવે પર આવેલા છત્તર ગામ નજીક રાજકોટથી મોરબી બાઈક પર ડબલ સવારીમાં જતાં બાઈક ચાલકથી કોઈ કોરણોસર બાઈકની આગળ જતાં ટ્રેલરના પાછળના ભાગે બાઈક ઘુસી જતા બાઈક સવાર બન્ને વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતથી હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક જામ થયો હતો. ટંકારા પોલીસને બનાવની જાણ થતા ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટના સ્થળે પહોંચી બંન્નેના મૃતદેહને પોસ્ટ-મોટર્મ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, મૃતકની ઓળખ તૈયબ જુનેજા અને અન્યનું નામ પણ તૈયબભાઈ હોવાનું જાણવા મળ્યું છે.