ઇજાગ્રસ્ત ગરુડને બચાવવા જતા બે લોકો આવી રીતે મોતને ભેટ્યા, જૂઓ વીડિયો... - undefined
મુંબઈના બાંદ્રા વર્લી સી લિંક રોડ પર ગરુડને બચાવવા કારમાંથી બહાર નીકળેલા બે લોકોને ટૅક્સીએ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજાએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના 30 મેના રોજ બની હોવાનું જાણવા મળે છે. 43 વર્ષીય અમર મનીષ જરીવાલા પોતાની કારમાં સી લિંક પરથી પસાર થઈ રહ્યા હતા અને તેનો ડ્રાઈવર કાર ચલાવી રહ્યો હતો. અચાનક એક ગરુડ તેની કાર સાથે અથડાયું અને નીચે પડી ગયું હતું. મનીષ તરત જ કાર રોકીને નીચે ઉતરીને ગરુડને બચાવવા માટે આગળ વધ્યો હતો. તેની પાછળ તેનો ડ્રાઈવર પણ નીચે ઉતર્યો હતો. પાછળથી આવતી એક ટેક્સી તેમને રસ્તા પર જોઈને પણ રોકાઈ ન હતી. ટેક્સી ડ્રાઈવરે બંને લોકોને ટક્કર મારી અને ત્યાંથી પસાર થઇ ગઇ હતી. મનીષ અને તેનો ડ્રાઈવર ટેક્સીની ટક્કરથી હવામાં ઉછળ્યા અને પછી રોડ પર પટકાયા હતા.