મહેસાણા: ધરોઈ ડેમના બે ગેટ ખોલવામાં આવ્યા, સાબરમતી નદીમાં પાણી છોડાયું - મહેસાણા ધરોઈ ડેમ
મહેસાણા: રાજ્યમાં અઠવાડીયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમના બે ગેટ 0.6 મીટર સુધી ખોલવામાં આવ્યા હતા અને 6135 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. જ્યારે 700 ક્યુસેક પાણી મુખ્ય કેનાલમાં છોડવામાં આવ્યું છે. 98.33 ટકા પાણીનો જથ્થો ડેમમાં સ્થિર રાખવામાં આવ્યો છે. હાલ ડેમમાં 6568 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.